Index Page
About BRC
Our Porbandar
BRC Info.
CRC Info.
School Info.
BRC Staff
Edu. Projects
Photo Gallery
Imp Address

 

 


પોરબંદર એ વિશ્વવંદનીય અને ભારતના રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મભૂમિ તેમજ કૃષ્‍ણસખા તપસ્‍વી બ્રાહ્મણ સુદામાની તપોભૂમિ છે. એટલે જ વર્લ્‍ડ ટુરીઝીયમમાં આ ઐતિહાસિક શહેર પોરબંદરનું અનેરૂ અને આગવું મહત્વ અને આકર્ષણ છે.

પોરબંદરનું સ્‍થાન ર૧.૦૦ થી ર૧.૮૦ અક્ષાંશ અને ૬૯.૦૦ થી ૬૯.૪૦ રેખાંશની વચ્‍ચે આવેલ છે. પોરબંદર ગુજરાત રાજ્યની પૂર્વ દિશાએ આવેલ છે. રજી ઓક્ટોબર ૧૯૯૭ ના રોજ પોરબંદર જીલ્‍લાનું જુનાગઢ જીલ્‍લામાંથી વિભાજન કરવામાં આવેલ હતુ. પોરબંદર જીલ્‍લામાં કુલ ત્રણ તાલુકા આવેલ છે. પોરબંદર જીલ્‍લાનો કુલ વિસ્‍તાર રર૭૧.૯૯ ચો. કિ.મી. જેટલો છે.

પોરબંદરની ઉત્તરે જૂનાગઢ તથા જામનગર જીલ્‍લાની સરહદો આવેલ છે. દક્ષિણ દિશાએ ૧૧૦ કિ.મી. જેટલી સમુદ્રી સરહદ આવેલ છે. જીલ્‍લાના મુખ્ય બે ભાગો (૧) ઘેડ તથા (ર) બરડા વિસ્‍તાર છે. ગુજરાતનો પ્રખ્યાત બરડો ડુંગર આ જીલ્‍લામાં આવેલ છે.

પોરબંદર જીલ્‍લામાં કુલ ૩,પ૦,પરર જેટલી વસ્‍તી છે. જે પૈકી ૧,૭૯,૯૭૩ પુરૂષો અને ૧,૭૦,૩૪૯ સ્‍ત્રીઓ છે. અહીંના મોટા ભાગના લોકોનો વ્‍યવસાય ખેતીનો છે. પોરબંદરમાં મત્‍સ્‍ય ઉદ્યોગોને લગતા ધંધા-રોજગાર પણ ખૂબ જ છે. ઉપરાંત પોરબંદરમાં એશિયાની સૌ પ્રથમ બનેલી સીમેન્‍ટ ફેક્ટરી આવેલ છે. પોરબંદરમાં લાઇમસ્‍ટોન, બોક્સાઇટ, ચોક પાવડર અને સોડા એશ બનાવતા ઉદ્યોગો પૂરજોશમાં ધમીધમી રહ્યા છે.

પોરબંદર શહેર દ્વારકા અને પ્રભાસ જેટલું જ પ્રાચીન શહેર છે. પોરબંદરની આસપાસ નીચેના જેવા જોવાલાયક સ્‍થળો આવેલ છે. જેમની માહિતી નીચે મુજબ છે.
 

પોરાઇ માતાજીનું મંદિર
પોરાઇ માતાજીના નામ પરથી જ પોરબંદર શહેરનું નામકરણ થયેલ હોય, પોરબંદરના ઝુંડાળા વિસ્‍તારમાં આવેલ ૧૦૦૦ વર્ષથી પણ વધુ આ પુરાણા મંદિરનું એક આગવું મહત્વ છે.
 
કીર્તિ મંદિર
પોરબંદરના રાજરત્‍ન શ્રી નાનજીકાલીદાસ મહેતા દ્વારા ૧૯૪૭માં વિશ્વવંદનીય અને ભારતના રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીનું જન્‍મ સ્‍થળનું નિર્માણ થયેલ હતું. ઇ.સ. ૧૯પ૦ માં લોખંડી પુરૂષ વલ્‍લભભાઇ પટેલ દ્વારા તેનું લોકાર્પણ થયેલ હતું. આ કીર્તિમંદિર ગાંધીજી ગાંધીજી ૭૯ વર્ષ જીવ્‍યા હોય મંદિરની ઊંચાઇ ૭૯ ફૂટ અને ૭૯ દીવડાઓ મંદિરમાં આવેલા છે. મંદિરમાં સર્વધર્મની શિલ્‍પકલાના નમૂનાઓ જોવા મળે છે. અહીં ગાંધીજીના વિવિધ ફોટોગ્રાફ્સ તથા વસ્‍તુઓ મ્યુઝીયમમાં મૂકવામાં આવેલ છે તથા કસ્‍તુરબાની યાદમાં વિશાળ લાઇબ્રેરી, બાલમંદિર પણ આવેલ છે. વિશ્વવિભૂતિ બાપુના જન્‍મસ્‍થળને યથા યોગ્‍ય સ્‍થિતિમાં જાળવી રખાયેલ છે.
 
સુદામામંદિર
પોરબંદર સુદામાપૂરી તરીકે ઓળખાય છે. કારણ કે કૃષ્‍ણસખા સુદામાની આ તપોભૂમિ છે. પોરબંદરની  મધ્‍યમાં આવેલ સુદામા મંદિર વિશાળ કમ્‍પાઉન્‍ડમાં ઘટાટોપ બગીચા સાથેની વચ્‍ચે આવેલ છે. મંદિરમાં શ્રીકૃષ્‍ણની સુંદર પ્રતિમા આવેલ છે.
 
સરતાનજીનો ચોરો
પોરબંદરના રાજવી અને કવિહ્રદય સરતાનજી દ્વારા વિ.સં. ૧ર૪પમાં ગ્રીષ્‍મ ભવનની સ્‍થાપના થયેલ છે જે સરતાનજીના ચોરા તરીકે ઓળખાય છે. સરતાનજી દીર્ઘદ્રષ્‍ટિવાળા રાજવી ઉપરાંત કવિ પણ હતા. રાજપુર શિલ્‍પ સ્‍થાપત્‍ય ધરાવતા આ ચોરામાં કેટલાય સંગીતજ્ઞો અને કવિઓએ સાહિત્‍યની રચના કરેલ છે.
 
શ્રી હરિ મંદિર
વિશ્વ વિખ્યાત ભાગવત કથાકાર શ્રી રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી) દ્વારા પોરબંદરની જનતાને અપાયેલ એક નજરાણું એટલે શ્રી હરિ મંદિર. શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન સંકુલમાં આવેલ શ્રી હરિ મંદિરની સ્‍થાપના ૧૯ નવેમ્‍બર ૧૯૯રમાં થયેલ છે. આ સંકુલમાં શ્રી બાબડેશ્વર સંસ્‍કૃત મહાવિદ્યાલય નામની સંસ્‍કૃત પાઠશાળા ચાલે છે. જેમાં સંસ્‍કૃત ભાષા તેમજ અન્‍ય વિષયો જેમ કે સંસ્‍કૃત વ્યાકરણ, ન્‍યાય, વેદ વગેરેનું ૩૦૦ જેટલા ઋષિકુમારો શિક્ષણ લઇ રહ્યા છે. આ સિવાય આ સંકુલમાં સાંદીપનિ ગુરૂકુળ (ઇંગ્લિશ મીડીયમ) સ્‍કુલ, ગૌશાળા, સાયન્‍સ ગેલેરી જેવા જોવાલાયક સ્‍થળો આવેલ છે.
 
ભારત મંદિર
રાજરત્‍ન નાનજી કાલીદાસ દ્વારા આવનારી પેઢી માટે સાંસ્‍કૃતિક વારસો આપવા બંધાયેલ વિશિષ્‍ટ મંદિર એટલે ભારત મંદિર. અહીં મંદિરના સ્‍તંભો અને દિવાલો પર પ્રાચીન અર્વાચીન ઋષિઓ, મહાપુરૂષો, રાજાઓ, સંતો અને લોકનેતાની પ્રતિમાઓ બનાવેલ છે. મંદિરમાં ભારતના નકશાનું સુંદર શિલ્‍પ આવેલ છે.
 
તારા મંદિર
એક વૈજ્ઞાનિક અભિગમથી બનાવાયેલ મંદિર એટલે તારામંદિર. પંડિત જવાહરલાલ નહેરૂની યાદમાં આવનારી પેઢીને ખગોલીય અને ગ્રહો નક્ષત્રોનું જ્ઞાન મળે એ માટે જર્મનીથી મંગાવેલ યંત્ર દ્વારા આકાશ દર્શન કરાવાય છે.
 
હજુર પેલેસ
પોરબંદરની ચોપાટી પર આવેલ રાજમહેલ રાણા સરતાનજી દ્વારા ૧૭૮પમાં બંધાવાયેલ હતો. જેમાં નીલખંડ, સુવર્ણખંડ તથા સ્‍નાનખંડ જેવા વિવિધ ખંડોથી શોભાયમાન આ મહેલ જોવાલાયક સ્‍થળ છે.
 
ચોપાટી
ભારતમાં મુંબઇ પછી પોરબંદર શહેરને સુંદર ચોપાટી તરીકેનું બિરૂદ મળેલ છે. ચોપાટી પર રાજાશાહી વખતનો સુંદર રસ્‍તો તથા નયનરમ્‍ય સમુદ્ર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર છે. ચોપાટી પર બાળકો માટે બાલવાટિકા, સ્‍કેટીંગ, સરકારી વિલા, ટુરીસ્‍ટ બંગલો, ગાંધીસ્‍મૃતિ ભવન વગેરે આવેલ છે. અહીંથી સૂર્યાસ્‍ત જોવાનો એક અલભ્‍ય લ્‍હાવો છે.
 
 
   

Project Developing by : Bhavesh R. Joshi [M.Sc.I.T. Semester 4]

Free Web Hosting