Index Page
About BRC
Our Porbandar
BRC Info.
CRC Info.
School Info.
BRC Staff
Edu. Projects
Photo Gallery
Imp Address

 

 

પ્રજ્ઞા અભિગમઃ-

Photo#1   |   Photo#2

પોરબંદર તાલુકાની કુલ પાંચ શાળાઓમાં પ્રજ્ઞા અભિગમથી ધો. ૧ અને ર ના બાળકોને શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે. દરેક બાળક પોતાની ગતિથી પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન પ્રાપ્‍ત કરે છે. વર્ષ ર૦૧૧-૧રમાં બીજી ૧૦ શાળાઓમાં આ અભિગમથી શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે.

 
એડપ્‍ટસ શાળાઃ-

Photo#1   |   Photo#2

પોરબંદરની કુલ ૧૦ શાળાઓમાં એડપ્‍ટસના ૭૮ વિધાનોના અનુસંધાને શિક્ષકો બાળકોને શિક્ષણકાર્ય કરાવે છે. આ અનુસંધાને દરેક બાળકની પ્રોફાઇલ અને પોર્ટફોલીયો નિભાવવામાં આવે છે.
 
બાલા શાળાઓઃ-

Photo#1   |   Photo#2

બિલ્‍ડીંગ એઝ લર્નીંગ એઇડ શાળાનું બિલ્‍ડીંગ જ એક શૈક્ષણિક સાધન બની જાય તે હેતુથી બિલ્‍ડીંગ, કમ્‍પાઉન્‍ડ તથા બાળકોના સ્‍વરસરૂચિનો વિકાસ થાય તેવું ભૌતિક વાતાવરણ પુરૂ પાડવામાં આવે છે.
 
મીના કેમ્‍પેઇનઃ-

Photo#1   |   Photo#2

પોરબંદર તાલુકાની ૧૬૯ શાળામાં મીના કેમ્‍પેઇન અનુસંધાને કન્‍યા કેળવણીને ઉત્તેજન મળે તથા કોમ્‍યુનીટી મોબીલાઇઝેશન થાય તે હેતુથી જુદી-જુદી પ્રવૃત્તિ જેવી કે મહોલા મીટીંગ, ચિત્ર-સ્‍પર્ધા જેવી સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.

 
રમતા-રમતા ભણીએઃ-

Photo#1   |   Photo#2

પોરબંદરની ૧૬ શાળામાં ધોરણ ૧ થી ૩ ના બાળકોને તરંગ તથા ઉલ્‍લાસમય શિક્ષણ પુરૂ પાડવા તથા શાળા સજ્જતા કેળવવા રમતા રમતા ભણીએ કાર્યક્રમથી શૈક્ષણિકકાર્ય વર્ષની શરૂઆતમાં કરાવવામાં આવે છે.
 
એક્સપોઝર વિઝીટઃ-

Photo#1   |   Photo#2

કોમ્‍યુનીટી મહિલાઓ અને બાળાઓને વિવિધ એક્સપોઝર વિઝીટ દ્વારા પોલીસ સ્‍ટેશન, બેન્‍ક, પોસ્‍ટ ઓફિસ વગેરેની મુલાકાત લેવડાવી યોગ્ય જ્ઞાન આપવામાં આવે છે તથા કન્‍યા કેળવણીનું મહત્વ સમજાવવામાં આવે છે.
 
વોકેશ્‍નલ કેમ્‍પઃ-

Photo#1   |   Photo#2

કન્‍યાઓને વોકેશ્‍નલ કેમ્‍પમાં મીણબત્તી, વોશીંગ પાવડર, અગરબત્તી, છીપલા વર્ક, છાપકામ, બાંધણી જેવી પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે અને તેઓમાં આત્‍મવિશ્વાસ વધે તેવા પ્રયત્‍નો કરવામાં આવે છે.
 
સમર કેમ્‍પઃ-

Photo#1   |   Photo#2

શાળામાં ભણતી તથા શાળા બહારની કન્‍યાઓને ઉનાળુ કેમ્‍પ દ્વારા વ્‍યવહારૂ જીવનમાં જરૂરી ચીજવસ્‍તુનું નિર્માણ કરવાની તાલીમ આપવામાં આવે છે.
 
કોમ્‍યુનીટી મોબીલાઇઝેશનઃ-

Photo#1   |   Photo#2

સમાજમાં શિક્ષણ અને કન્‍યાકેળવણીનું મહત્‍વ સમજાવવા માટે બ્‍લોક અને સી.આર.સી. કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં આવે છે તેમજ સમુદાયના સભ્‍યોને શાળા કક્ષાએ પણ તાલીમ આપવામાં આવે છે.

 
એસ.ટી.પી. વર્ગોઃ-

Photo#1   |   Photo#2

શાળા બહારના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવા હેતુ તાલુકામાં કુલ ર૪ વર્ગો ચલાવવમાં આવે છે. જેમાં કુલ ૧૯૬ કુમાર અને ૧૪૬ કન્‍યાઓ શિક્ષણ પ્રાપ્‍ત કરી રહ્યા છે. આ બાળકોને એક્સપોઝર વિઝીટ અને મેટ્રીક મેળા દ્વારા વિવિધ કૌશલ્‍યો વિકસાવવા પ્રયત્‍નો કરવામાં આવે છે.

 
મોનીટરીંગ અને મોટીવેશનઃ-

Photo#1   |   Photo#2

તાલુકાની કુલ ૧૭ર શાળાઓમાં ૧૯ સી.આર.સી., પ બી.આર.પી. તથા બી.આર.સી. દ્વારા પ્રોજેક્ટનું સઘન મોનીટરીંગ કરવામાં આવેલ છે. મોનીટરીંગ દરમ્‍યાન શિક્ષકો, બાળકો તથા સમુદાયના સભ્‍યોને મોટીવેશન આપવાનું કામ બી.આર.સી. ભવનની સમગ્ર ટીમ એકજૂટ થઇને કામ કરી રહી છે.
 

   

Project Developing by : Bhavesh R. Joshi [M.Sc.I.T. Semester 4]

Free Web Hosting